Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાના આ વિસ્તારમાંથી કારની સીટ નીચે અને સિગ્નલ લાઈટની અંદર સંતાડીને લઇ જવતો ઈંગ્લીશદારૂ ઝડપાયો

  • September 12, 2021 

કારની સીટ નીચે પેટ્રોલ ટાંકીમાં અને કારની સિગ્નલ લાઈટની અંદરની સંતાડીને દારૂની બાટલીઓ લઇ જતા એક કાર ચાલકને વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડી કાર અને દારૂ મળી કુલ રૂપિયા ૯૬,૧૪૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

 

સંજયભાઈ નામના ઇસમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોન્ડાઈબારી ગામ પાસેથી કોઈ અજાણ્યા ઇસમ પાસેથી ટેલીફોનીક સંપર્ક કરી દારૂ ભરાવી આપી મંગાવ્યો હતો 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાલોડના બાજીપુરા હાઇવે માર્ગ ઉપરથી શનિવારે એક કાર ચાલકને બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડી કાર નંબર જીજે/૧૫/પીપી/૭૨૫૦ માં તપાસ કરતા કારની સીટ નીચે પેટ્રોલ ટાંકીમાં અને કારની સિગ્નલ લાઈટની અંદરની સંતાડી મુકેલ વિસ્કી અને દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બાટલીઓ નંગ ૫૯૨ જેની કિંમત રૂપિયા ૨૦,૬૪૦/- ના દારૂની બાટલીઓ સાથે કાર ચાલક રવીન્દ્રભાઈ પાંડુરંગભાઈ બોરસે રહે, રાજમંદિર રેસીડેન્સી,તાંતીથૈયા ગામ તા.પલસાણા જી.સુરત નાઓને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં સુરતના ડીંડોલીમાં રહેતો સંજયભાઈ નામના ઇસમે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કોન્ડાઈબારી ગામ પાસેથી કોઈ અજાણ્યા ઇસમ પાસેથી ટેલીફોનીક સંપર્ક કરી દારૂ ભરાવી આપી મંગાવ્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું જે૪ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

 

 

 

 

પોલીસે કુલ રૂપિયા ૯૬,૧૪૦/- નો મુદ્દામાલ કબજે કર્યો 

બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે પકડાયેલા આરોપી પાસેથી મળી આવેલ રૂ.૫૦૦/- નો એક મોબાઈલ ફોન, રૂપિયા ૭૫,૦૦૦/-ની કાર તેમજ રૂપિયા ૨૦,૬૪૦/- નો દારૂની બાટલીઓ મળી કુલ રૂપિયા ૯૬,૧૪૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application