સોનગઢનાં દોણ ગામે પુરઝડપે મોપેડ બાઈક હંકારી લાવી ઝાડ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં મોપેડ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં દોણ ગામે દાદરી ફળિયામાં રહેતા સુમનભાઈ હરજીભાઈ ગામીત (ઉ.વ.49)નાંઓ પરિવાર સાથે રહી ખેતીનો વ્યવસાય કરે છે જોકે તેઓ ગુરુવારનાં રોજ પોતાના કબ્જાની એકટીવા મોપેડ બાઈક નંબર GJ/26/AA/7882 લઈ ઘરે આવી રહ્યા હતા.
તે સમયે સોનગઢ ઓટા હાઇવે પરથી પુરઝડપે આવી ફળિયામાં ઘરની સામે જ રોડની બાજુમાં આવેલ સાગનાં ઝાડમાં મોપેડ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ આકસ્માત સમયે ઘરની બહાર ઉભેલ તેમનો પુત્ર હેમંત સહિત તેના મિત્રો દોડી આવ્યા હતા. પરંતુ સુમનભાઈ ગામીતને મોઢા ઉપર તેમજ કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેમણે તાત્કાલિક સોનગઢ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે હેમંત ગામીત નાંએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application