વ્યારા નગર પાલિકામાં કોંગ્રેસ દ્વારા 28 ઉમેદવારીની યાદી બહાર પાડી દેવાય છે, બીજી તરફ શાસક પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોના નામો બહાર પાડવા માટે મુશ્કેલીમાં મુકાઈ રહી છે. પ્રથમ ઉમેદવારીની યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કાર્ય હતા. જ્યાર બાદ બીજા દિવસે 6 નામ જાહેર કર્યા હતા. 6 ઉમેદવારોનાં નામો સસ્પેન્ડ રહેતા મૂંઝવણ વધી છે. વ્યારા પાલિકાના 28 પૈકી 16 ઉમેદવારો જાહેર કરાયા હતા. ભાજપ દ્વારા રાત્રે જાહેર કરાયેલી યાદીમાં વિવાદ ઉભા થયેલ હતો.
વોર્ડનાં ઉમેદવારોને નામો જાહેર કર્યા ન હતા. જેમાં વોર્ડ-1 અને વોર્ડ-3માં એકપણ ઉમેદવાર જાહેર ન કર્યા હતા. જ્યારે વોર્ડ-5માં 1 ઉમેદવાર, વોર્ડ-6માં 2 ઉમેદવાર અને વોર્ડ-7માં 1 ઉમેદવાર બાકી રહ્યા હતા. વ્યારા નગર-પાલિકાએ તા.11/02/2021નાં રોજ બપોરે બીજી યાદી બહાર પાડી હતી. તેમાં પણ 6 ઉમેદવારોના નામ ડીકલેર કર્યા ન હતા.
જ્યારે વોર્ડ-1માં નયનાબેન હરીશભાઈ ગામીત, મહેશભાઈ ફરામભાઈ ગામીત, વોર્ડ-૩માં રતિલાબેન રાજનભાઈ ચૌધરી, વોર્ડ-6માં પ્રીતિબેન અતુલભાઈ શાહ, પરેશભાઈ ભીખુભાઈ શાહ અને વોર્ડ-7માં જમનાબેન નાનુભાઈ બિરાડેનાં નામ જાહેર કર્યા હતા.
તા.12/02/2021નાં રોજ જાહેર કરાયેલ યાદી
વોર્ડ-3માં નીલમ બેન ગૌરાંગ ભાઈ શાહ, અલ્પેશભાઈ સખારામ પટેલ, કુલીન ભાઈ શિરીષભાઈ પ્રધાન જ્યારે વોર્ડ-5માં કલ્પેશભાઈ વામનભાઈ ભોયે નાં નામો જાહેર કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500