Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ તાલુકાનાં બી.આર.સી. ભવન ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી

  • March 09, 2021 

તા.૦૮ માર્ચ ૨૦૨૧ના રોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ઉજવણી જિલ્લા મહિલા અને બાળ વિભાગ તથા આઇ.સી.ડી.એસ. વિભાગના સંયુકત ઉપક્રમે ઉચ્છલ તાલુકાના બી.આર.સી. ભવન ખાતે કરવામાં આવી. જેમાં ઉચ્છલ તાલુકાની ૨૨૫ જેટલી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો.

 

 

 

આ પ્રસંગે આઇ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ બનુબેનને આઇ.સી.ડી.એસ.યોજના હેઠળ  સરકાર દ્વારા આપવામાં આવતી સહાય વિશે માહિતગાર કરી કિશોરીઓને સ્વાસ્થ્ય,પોષણ તેમજ કૌશલ્ય વિશે માહિતી આપી તેઓ આગળ વધે તે માટે સમજણ આપી હતી. મહિલા સામખ્ય કેન્દ્રના સેવંતીબેન દ્વારા મહિલા શસક્તિકરણ વિશે તેમજ કોવિડ-૧૯ વેક્સિનનું  મહત્વ સમજાવી મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. એડવોકેટ ભાવનાબેને મહિલાલક્ષી કાયદાકીય માહીતી અને તેમને મળેલા અધિકારોની જાણકારી આપી મહિલાઓ જાગૃત બને તે માટે સમજ આપી હતી.

 

 

 

સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર-સંચાલક દ્વારા હિંસા પીડીત મહિલાઓ માટેની કેન્દ્ર સરકારની યોજના “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા આપવામાં આવતી સેવાઓ કાયદાકીય સહાય, પોલિસ સહાય, પરમર્શ, આશ્રય સેવા, તબીબી સેવા અને કામકાજના સ્થળે જાતીય સતામણી  સહિત મહિલાઓ સશક્ત બને અને પગભર થઇ આગળ આવે તે માટે વકતાઓ દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ કિશોરીઓ માટે તેમના કૌશલ્યનો વિકાસ થાય તે માટે રંગોળી સ્પર્ધા અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં અનેક કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application