Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Tapi : વિરપુર ગામેથી અજાણી લાશ મળી

  • July 31, 2022 

તાપી જિલ્લાનાં વિરપુર ગામની સીમમાં સોનગઢથી વ્યારા તરફના હાઇવે રોડ પાસે કોતરડામાંથી મરણજનાર એક ભીખારી જેવો અજાણ્યો વયવૃધ્ધ પુરૂષ જેના નામ સરનામાની ખબર નથી તેની અજાણી લાશ મળી આવેલ છે.




જેની ઉંમર આશરે ૬૦ થી ૭૦ વર્ષનો હોય જેના શરીરે મરૂન કલરની હાફ બાયની ટીશર્ટ તથા કમરે બ્લયુ કલરનું હાય પેન્ટ પહેરેલ છે અને તે ભીખારી જેવો દેખાય છે. આ અજાણ્યા પુરૂષની લાશ શરીરે મધ્યમ બાંધાનો રંગે ધંઉ વર્ણનો મોઢા ઉપર સફેદ દાઢી મુછ રાખેલ છે.




જેના ડાબા હાથે છુંદણુ કોતરાવેલ છે જે અવાચ્ય છે જે રખડતો ભટકતો ઉંમર લાયક હોય મરણ ગયેલ હાલતમાં તા.૧૩/૦૭/૨૦૨૨ના કલાક ૧૦/૦૦ વાગ્યાના અરસામાં મળી આવેલ છે. લાશની ઓળખ થયેલ નથી. તેમજ મરણજનારના વાલી વારસ મળી આવેલ નથી જેથી કોઇ વાલી વારસ હોય તો વ્યારા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૦૨૬૨૬-૨૨૦૦૩૩ તથા ૯૮૨૫૪-૪૩૧૪૭ ઉપર સંપર્ક કરવા ટી.બી.પંડ્યા, પો.સ.ઇ. વ્યારા પોલીસ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application