Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : જૂની અદાવત રાખી મારમાર્યાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધાયો

  • April 23, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ઉકાઈ વર્કશોપ ઝૂપડપટ્ટીમાં આવેલ કેકિયાભાઈની દુકાન સામે જૂની અદાવત રાખી ઈસમને માર માર્યાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢનાં ઉકાઈ વર્કશોપ ઝૂપડપટ્ટીમાં રહેતા રાજેશભાઈ ઉમરિયાભાઈ કાથુડ નાંઓ ગત તારીખ 19/04/2024નાં રોજ રાત્રીનાં સમયે કેકિયાભાઈની દુકાન સામે આવેલ નાના પુલ પાસે બેસી મોબાઈલમાં પિક્ચર જોતા હતા.


તે સમયે રાકેશભાઈ ઉર્ફે લાલજીભાઈ કાથુડ (રહે.ઉકાઈ ગામ, ઉકાઈ વર્કશોપ ઝૂપડપટ્ટી)નાંઓ આવી કહેવા લાગ્યો હતો કે, તું ગયા વર્ષે ચલથાણ સુગર ફેકટરીમાં શેરડીનું કટિંગ કરવા ગયા હતા ત્યારે ટ્રકમાં શેરડી ભરતા હતા ત્યારે મારી સ્સાથે કેમ બોલાચાલી કરતો હતો તેમ કહી અને જૂની અદાવત રાખી બોલાચાલી કરી અને ગાળો બોલી રાજેશભાઈ કાથુડને લાકડા વડે જમણા ગાલ ઉપર એક સપાટો મારતો હતો જેથી રાજેશભાઈ કાથુડને હોઠ તથા કપાળનાં ભાગે ઈજા કરી તેમજ જમણી આંખ નીચે ફેક્ચર કરી ઈજાગ્રસ્ત કર્યો હતો. બનાવ અંગે રાજેશભાઈ કાથુડ નાંએ તારીખ 20/04/2024નાં રોજ ઉકાઈ પોલીસ મથકે રાકેશભાઈ ઉર્ફે લાલજીભાઈ કાથુડ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application