તાપી જિલ્લા બેન્ડ યુનિયન દ્વારા જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા એસપી. ને લગ્ન પ્રસંગે બેન્ડ વગાડવાની મંજુરી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
બેન્ડ યુનિયન દ્વારા જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા એસપી ને અપાયેલ અરજીમાં જણાવાયું છે કે, ગયા વર્ષથી થયેલ લોકડાઉનના કારણે બેન્ડ માલિકો તથા તેમના સાથે સંકળાયેલા બેન્ડ કારીગીરોનું જીવન નિર્વાહ કરવું હાલમાં મુશ્કેલ થઈ રહયુ છે.
જે સંજોગો જોતાં બેન્ડ સંચાલકોને બેન્ડ વગાડવાની પરમીશન આપવામાં આવે. બેન્ડ વગાડતા પહેલા જે ગામમાં બેન્ડ જશે ત્યાં સરકારશ્રી ગાઈડ લાઈન મુજબ માઈક ઉપર સૂચના આપવામાં આવશે અને લોકોને જાગૃત પણ કરવામાં આવશે. બેન્ડની ગાડી પર કોવિડ-19 નું બેનર લગાડવામાં આવશે અને પ્રચાર પણ કરવામાં આવશે. સેનેટાઇઝ અને માસ્ક પણ પહેરવામાં આવશે. સરકારશ્રીની ગાઈડ લાઇનનું લગ્ન પ્રસંગ ચુસ્ત પાલન કરવામાં આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવશે. અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ લગ્નમાં ૧૦૦ થી વધારે વ્યક્તિ ભેગા થશે તો બેન્ડ બંધ કરી દેવામાં આવશે. બેન્ડ માલિકો દ્વારા બધી સૂચનાઓનું પાલન કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500