મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા તાલુકાનાં બાલપુર ગામની સીમમાંથી પસાર થતાં વાંદરદેવી-બાલપુર રોડ ઉપર એક સ્વીફ્ટ કારને ટેમ્પો ચાલકે પાછળથી અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ફ્લાવર સીટી રેસીડન્સીમાં રહેતા લવજીભાઈ ઠગણીભાઈ ગામીત (મૂળ રહે.બાલપુર ગામ, નાની ડુંગરી ફળિયું, વ્યારા)ના જેઓ ગુરૂવારનાં રોજ રાત્રે 9 વાગ્યાનાં અરસામાં પોતાની ફોર વ્હીલ સ્વીફ્ટ ગાડી નંબર જીજે/26/એન/0901 લઈને લગ્ન પ્રસંગમાંથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન ડી.જે ભરેલ ટેમ્પો નંબર જીજે/15/એક્સ/0890નો ચાલક પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાલપુર ગામની સીમમાંથી પસાર થતાં વાંદરદેવી-બાલપુર રોડ ઉપર લવજીભાઈનાં સ્વીફ્ટ ગાડીને ડ્રાઈવર સાઈડે અથડાવી દેતા અકસ્માત થયો હતો તેમજ આ અકસ્માત કરી ટેમ્પો ચાલક પોતાના કબજાનો ટેમ્પો લઈ ભાગી છૂટ્યો હતો.
જોકે આ અકસ્માતમાં ડ્રાઈવર સાઈડેનો સાઈડ ગ્લાસ તથા પાછળનાં વ્હીલની પાસે પતરામાં અને દરવાજામાં તથા ગાડીની પાછળ બોડીના ભાગે નુકશાન થવા પામ્યું હતું જયારે આ અકસ્માતમાં ગાડીના ચાલક લવજીભાઈને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી ના હતી. બનાવ અંગે લવજીભાઈ ગામીત નાએ અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500