મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણ તાલુકાનાં પલાસીયા ગામનાં નિશાળ ફળિયામાંથી ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો એક ઈસમ પોલીસ રેઇડ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન પલાસીયા ગામ પાસે આવતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગામનાં નિશાળ ફળિયામાં એક ઈસમ પોતાના ઘરે વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા ઉપર પહોચી રેઈડ કરતા ત્યાં એક ઈસમ હાજર મળી આવ્યો હતો. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ બલ્લુભાઈ દાવ્યાભાઈ ગામીત (રહે.પલાસીયા ગામ, નિશાળ ફળિયું, ડોલવણ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી ઘરમાં તપાસ કરતા ઘરની પજારીમાંથી એક ખાખી કલરનું પુંઠાનું બોક્ષ તથા પ્લાસ્ટીકની કાપડની થેલીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની કુલ 125 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 9,700/- છે.
જયારે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ હિનેલભાઈ રાજેશભાઈ ચૌધરી (રહે.ભંડાર ફળિયું, ડોલવણ) આપી જાય છે જેથી સદર ગુના માટે હિનેલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો અને એક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 12,700/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500