તાપી જિલ્લાની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંસ સ્ટાફ યુનાઈટેડ નર્સિંસ ફોરમના રાજ્યભરના દરેક જિલ્લામાં ચાલતા આંદોલનમાં જોડાયા છે.
જોકે, નર્સિંસને છેલ્લા એક વર્ષથી આજદિન સુધી ન મળેલ રજાઓનું વળતર આપવામાં આવે અથવા જમા કરવાના હુકમો થાય, ફિક્સ પગારમાં ફરજો બજાવતા નર્સિંસને પણ તમામ ભથ્થા સમાનદરે ચૂકવાઈ અને આગામી મંજુર થનાર ભથ્થાનો સમાન લાભ આપવામાં આવે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોરોના ફરજોમાં શહીદ થયેલ નર્સિંસના બાકી કેસનો તરત નિકાલ થાય અને આ યોજના પુન્હ શરુ થાય અને વર્ષ 2005માં નિમણુંક મેળવી કાયમી થયેલ નર્સિંસને વહીવટી કારણોસર થયેલ અન્યાય દુર કરવામાં આવે સહિતના અનેક પડતર પ્રશ્નો તથા નર્સિંસ સાથે થતા અન્યાય દુર કરવાની માંગણી સાથે તા.12/05/21થી નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
પરંતુ કોઈ નિર્ણય ન લેવાતા મંગળવારે વ્યારા જનરલ હોસ્પિટલમાં રેગ્યુલર સ્ટાફ, કોન્ટ્રાકટર સ્ટાફ અને સ્ટુડન્ટ નર્સિંસ દ્વારા પોતાની ફરજનો બહિષ્કાર કરી એક દીવસના ધરણા ઉપર ઉતર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500