વિધાનસભાની ચૂંટણી માટે તાપી જિલ્લાની ૧૭૧-વ્યારા અને ૧૭૨-નિઝરની વિધાનસભા બેઠકોમાં મતદાન મથક, ઈકો ફ્રેન્ડલી મતદાન મથક, મહિલા કર્માચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક તેમજ ૧૪ સખી મતદાન મથક ફાળવવામાં આવ્યા છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક કાર્યરત કરાય હતા. આ મતદાન મથકો પર 70 બહેનો એ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી કરી હતી.
તાપી જિલ્લામાં વધુમાં વધુ મહિલાઓ મતદાન માટે પ્રરાય તે માટે 56 જેટલા આશા આંગણવાડી વર્કર હેલ્પર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. દરેક બુથ ઉપર ૨-૨ મહિલા પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. તથા ધાત્રી માતાઓને બાળક સાથે આવે ત્યારે અગવડ ન પડે તે માટે ખાસ ઘોડીયા અને રમકડાઓ સાથે પીવાના પાણી, બેસવાની વ્યવસ્થા પણ બુથ ઉપર કરવામાં આવી હતી. તથા મતદાન માટે આવનાર તમામ મહિલાઓ અને બાળકોને ચોકલેટ આપી વધાવવામાં આવ્યા હતા. આ તમામ સખી મતદાન મથકોનું મહિલા કર્માચારીઓ દ્વારા ખૂબ જ કુશળતાથી સંચાલન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application