મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં મોહિની ગામેથી ઈંગ્લીશ દારૂનું વેચાણ કરનાર એક શખ્સ પોલીસ રેડમાં ઝડપાતા કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ. ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારે સવારે ૧૧ વાગ્યે ખાનગી વાહનમાં બેસી બીટ નંબર-૩ વિસ્તારમાં પ્રોહી. અંગેની રેડમાં નીકળેલ હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોહિની ગામમાં રહેતા પ્રકાશભાઈ આલુભાઈ વસાવા પોતાના ઘરે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો ચોરી છૂપીથી વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા પર જઈ રેડ કરતા ત્યાં એક ઈસમ હાજર મળી આવ્યો હતો. જોકે પોલીસે તેનું નામ પુછતાં તેણે પોતાનું નામ પ્રકાશભાઈ આલુભાઈ વસાવા (રહે.મોહિની ગામ, ઉચ્છલ)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે પ્રકાશભાઈને સાથે રાખી ઘરમાં તપાસ હાથ ધરતાં ઘરની બાજુમાં આવેલ ખુલ્લી પજરીમાં એક સફેદ કલરના મીણીયો કોથળામાંથી પોલીસને ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બનાવટની કુલ 56 નંગ બાટલીઓ મળી આવી હતી. બનાવ અંગે ઉચ્છલ પોલીસે પ્રકાશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500