Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણમાં મોઢે માસ્ક પહેર્યા વગર ફરતા 3 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ

  • May 14, 2021 

ડોલવણ પોલીસ સ્ટાફના માણસો ગુરુવારે જુદા-જુદા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન મોઢે માસ્ક પહેર્યા વગર અને સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા 3 ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

 

મોઢે માસ્ક પહેર્યા વગર ઝડપાયેલા 3 ઈસમો.....

1.   ગડતના મંદિર ફળિયા પાસે જાહેરમાં મોઢે માસ્ક પહેર્યા વગર બાઈક લઈ આવતો, સ્નેહલ નારસિંગ ચૌધરી રહે.ભોજપુરદુર ગામ,

 

 

2.   ડોલવણ પોલીસ સ્ટેશન પાછળ વિવિધલક્ષી સ્કુલ સામે જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક પહેર્યા વગર, દિલિપ બાબુ ગામીત રહે.પાટી ગામ,

 

 

3.   પદમડુંગરી બ્રીજ પાસે જાહેર રોડ ઉપરથી મોઢે માસ્ક પહેર્યા વગર અને સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર બાઈક લઈ આવતો, વિપુલ તિરૂ કોકણી રહે.બેસનીયા ગામના ઓને ઝડપી પાડી ડોલવણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application