વ્યારાના અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં માસ્ક વગર ફરતા, સોશીયલ ડીસ્ટન્સ ન રાખતા અને લોકો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરતા એવા 11 લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વ્યારા પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા તે સમય દરમિયાન વ્યારાનાં અલગ-અલગ વિસ્તારમાંથી મોઢે માસ્ક પહેર્યા વગર અને વગર કામના આટા-ફેરા મારતા તથા સેફ ડીસ્ટન્સ ન જાળવતા 11 જેટલા ઈસમો પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.
જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો..
તળાવ પાસેના જાહેર રસ્તા પર મોઢે માસ્ક પહેર્યા વગર અતુલ અરવિંદ ચૌધરી અને કુવરજી રણછોડ ચૌધરી બંને રહે.કણજા ગામ,
ઉનાઈ નાકા પાસે બાકડા પર મોઢે માસ પહેર્યા વગર બેસતા વિશાલ રાજુ ઢાલવાલે રહે.લુહાર ફળિયું,માર્કેટયાર્ડ,વ્યારા અને કરશન કિશન વાઘરી રહે.દાદરી ફળિયું,વ્યારા,
સાંઈ મોલમાં આવેલ એપ્પલ મેન્સ વેરની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર આશિષ દીપક ચૌધરી રહે.હાઈસ્કુલ ફળિયું,કપુરા ગામ,
દાદાજી સર્કલ પાસે મોઢે માસ્ક પહેર્યા વગર રીચી જીતેન્દ્ર આમરે રહે.પોસ્ટ ઓફીસ સામે,માલીવાડ,
ઉનાઈ નાકાની બાજુમાં આવેલ તરબુચની દુકાનમાં મોઢે માસ્ક પહેર્યા વગર તેમજ સોશીયલ ડીસ્ટન્સ રાખ્યા વગર વાલા હીરા ભરવાડ રહે.શંકર ફળિયું,વ્યારા,
કણજા ફાટક પાસે આવેલ જાહેર રોડ પર વગર કામના આટા-ફેરા મારતા અને મોઢે માસ્ક પહેર્યા વગર મગન છગન ગામીત રહે.સીંગી ફળિયું,વ્યારા, મુકેશ પોલા સોલંકી રહે.ખટાડી,વ્યારા તેમજ રામ નાથા સુવા રહે.હેપ્પી હોમ પાસે,વ્યારા,
ઉનાઈ નાકા પાસે ફૂલની લારી ઉપર મોઢે માસ્ક પહેર્યા વગર સંજય કિશન ભોયે રહે.દાદરી ફળિયું, વ્યારા, બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500