Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા-ખેરવાડા રોડ ઉપર અકસ્માત : અગાસવાણ ગામનાં યુવકનું ગંભીર ઈજાને કારણે મોત

  • November 27, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં કાટીસકુવાનજીક ગામમાંથી પસાર થતો વ્યારા-ખેરવાડા રોડ ઉપર અગાસવાણ ગામનાં યુવકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાતા ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કાટીસકુવાનજીક ગામનાં આશ્રમ ફળિયાની સીમમાંથી પસાર થતાં વ્યારા-ખેરવાડા રોડ ઉપર શનિવારનાં રોજ જીગ્નેશભાઈ રાજેન્દ્રભાઈ ગામીત (રહે.અગાસવાણ ગામ, છગન ફળિયું, સોનગઢ)નાઓએ પોતાના કબ્જાની હિરો ડીલક્ષ મોટરસાઈકલ નંબર GJ/26/H/7566ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો.



જોકે કાબુ ગુમાવતા રોડનાં કિનારે આવેલ ઝાડ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં જીગ્નેશભાઈને ચહેરાનાં ભાગે તથા છાતીનાં અંદરના ભાગે ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાકરાપાર પોલીસે રીનેશભાઈ ગામીતની ફરિયાદનાં આધારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News