મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડનાં બુટવાડા ગામની સીમમાંથી પસાર થતા વાલોડ બુટવાડા રોડ ઉપર ટેમ્પો ચાલકે મોટરસાઈકલને સામેથી ટક્કર મારતાં અકસ્માતમાં એકનું ગંભીર ઈજાને કારને મોત નીપજ્યું હતું, જયારે બે જણા ઈજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં બુટવાડા ગામની સીમમાંથી પસાર થતા વાલોડ બુટવાડા રોડ ઉપરથી મનોજભાઈ ડાહ્યાભાઈ ઢોડિયા પટેલ, નવીનભાઈ ભંગિયાભાઈ ઢોડિયા પટેલ તથા જીતુભાઈ મોહનભાઈ પટેલ નાઓ મંગળવારનાં રોજ કલકવાથી બાજીપુરા ખાતે તેઓના ઓળખીતાનાં ઘરે ઘરનો સામાન ખાલી કરવા કલકવાથી સ્પ્લેંન્ડર મોટર સાઈકલ નંબર GJ/19/C/0299 ઉપર જઈ રહ્યા હતા.
તે સમયે વાલોડ બાજીપુરા રોડ ઉપર આવતા સામેથી બોલેરો પીકઅપ ટેમ્પો નંબર GJ/06/BT/2980નાં ચાલકે પોતાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્પ્લેંન્ડર મોટરસાઈકલને સામેથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલક મનોજભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
જયારે નવીનભાઈ તથા જીતુભાઈને શરીરે નાની-મોટી ઈજા પહોંચાડી ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે વૈશાલીબેન મનોજભાઈ ઢોડીયા પટેલ (રહે.પુણાગામ રોડ ફળિયું તા.મહુવા જી.સુરત) નાએ ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500