મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં ભીતભુદ્રક ગામની સીમમાં ઉચ્છલથી સાકરદા તરફ જતાં રોડ ઉપર સાઇડમાં આવેલ પાપડીનાં ઝાડ સાથે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર એક ઝાડ સાથે અથડાતા કારમાં સવાર એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં નવાપુર તાલુકાનાં બેકડીપાડા ગામમાં રહેતા મનિષભાઇ કરમ્યાભાઇ ગાવિત નાઓ ગત તા.૦૩/૦૬ નાંરોજ પોતાના કબ્જાની અર્ટીગા કાર નંબર જીજે/૦૫/આરજી/૨૦૫૫ લઈ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમજ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ભીતભુદ્રક ગામની સીમમાં ઉચ્છલથી સાકરદા તરફ જતાં રોડ ઉપર સાઇડમાં આવેલ પાપડીનાં ઝાડ સાથે કાર અથડાવી દીધી હતી.
જેમાં કાર ચાલક મનિષભાઈનાં માથાનાં ભાગે તેમજ કમરે મુંઢ ઇજા પહોંચી હતી તેમજ કારમાં સવાર મહેશભાઇ કરમ્યાભાઇ ગાવિતને પણ માથાનાં ભાગે તેમજ ડાબા પગે ફેક્ચર થયું હતું અને કારની પાછળ બેસેલ અલ્પેશભાઇ ગણેશભાઇ ગામીત નાને ડાબા પગે ફેક્ચર થયું હતું અને અંકેશભાઇ કાંતુભાઇ ગાવિતને માથાનાં પણ ભાગે ઇજા પહોંચી હતી.
જોકે, આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અંકેશભાઇને ઉચ્છલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વઘુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાંથી વઘુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવ અંગે કાંતુભાઇ રતુભાઇ ગાવિત (રહે.બેડકીપાડા ગામ, પો.ગડત,નવાપુર) નાએ તા.૦૮ નાંરોજ ઉચ્છલ પોલીસ મથકે કાર ચાલક મનિષ ગાવિત વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500