મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારા-કાકરાપાર માર્ગ પર બાઈકનાં સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા નીચે પટકાયેલા યુવકો પૈકી એક યુવકનું મોત નીપજ્યું હતું, જયારે બીજા યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, વ્યારા-કાકરાપાર માર્ગ પર આવતું ઇન્દુ ગામની સીમમાંથી પસાર થતો હાઈવે માર્ગ પરથી પસાર થતાં હતા.
ત્યારે ગુરુવાર નારોજ સાંજે આશરે ૫ કલાકના અરસા એક મોપેડ ગાડી નંબર જીજે/૨૬/આર/૪૨૫૫ નો ચાલક વિવેકકુમાર મુકેશભાઈ ચૌધરી (ઉ.વ.૧૯) અને પરમકુમાર ભગવાનદાસ સોલંકી (ઉ.વ.૨૦) બંને યુવકો રહે.આથમણું ફળિયું, બાજીપુરા ગામ તા.વાલોડ નાઓ મોપેડ ગાડી પર સવાર થઇ ઇન્દુ ગામની સીમમાંથી પસાર થતો હાઈવે નંબર ૫૬ વ્યારા-માંડવી માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા.
તે દરમિયાન મોપેડ ચાલક વિવેકકુમારે એકાએક પોતાનો સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા મોપેડ રોડના કિનારે આવેલ ગરનાળા સાથે અથડાતા બંને યુવકો ગરનાળાના નીચે પટકાયા હતા. આ અકસ્માતના બનાવમાં મોપેડ ચાલક વિવેકકુમારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જયારે મોપેડ પાછળ બેસેલ પરમકુમાર સોલંકીને માથાના ભાગે, ડાબા હાથના ભાગે,ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા પરમ સોલંકીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
જયારે વિવેકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતક યુવકના પિતા ભગવાનદાસ નગીનદાસ સોલંકી રહે, આથમણું ફળિયું બાજીપુરા ગામ તા.વાલોડ નાઓની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસે બનાવ દાખલ કરી વધુ તપાસ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500