Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Vyara : ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત

  • May 24, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં કાટીસકુવા નજીક ગામનાં ડુંગરી ફળીયા પાસે જાહેર રોડ ઉપર ટ્રેક્ટર અને મોપેડ બાઈક વચ્ચે અકસ્માતમાં થયો હતો જેમાં મોપેડ ચાલકને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કાટીસકુવા ગામે ડુંગરી ફળીયામાં રહેતા રાકેશભાઇ સુરાભાઇ ગામીત (ઉ.વ.52) જેઓ ગત તા.06નાં રોજ પોતાની એક્ટીવા મોપેડ નંબર GJ/26/P/5457ને લઇને દુધ ડેરીએ દુધ ભરવા માટે નીકળેલ હતા. ત્યારબાદ દુધ ભરીને પરત ઘરે જતા હતા.



તે સમયે એક ટ્રેક્ટર નંબર GJ/26/AB/247નો ચાલક પોતાના કબ્જાનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રાકેશભાઇની મોપેડને ટક્કર મારી નીચે દીધી હતી જેમાં રાકેશભાઇને કમ્મરનાં ભાગે ગંભીર ઇજા તથા જમણા પગના ઘુંટણનાં ભાગે તેમજ ડાબા હાથના કોણીનાં ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવ અંગે સોમવારનાં રોજ રાકેશભાઈ ગામીતએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application