Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : ટ્રક અડફેટે આવતાં ખુરદી ગામનાં યુવકનું મોત, અજાણ્યા ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ

  • December 02, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસેનાં નેશનલ હાઈવે પાસેનાં બ્રીજ પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે ખુરદી ગામનાં યુવકને અડફેટે લેતાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં જેસીંગપુરા ટેકરા પાસેનાં નેશનલ હાઈવે નંબર-53 ને જોડતો સર્વિસ રોડ બ્રીજ પાસેનાં રોડ ઉપર બુધવારનાં રોજ એક ટ્રક નંબર RJ/04/GB/4089નો ચાલક પોતાના કબ્જાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ નંબર GJ/26/Q/3068નો ચાલક રાહુલભાઈ અરવિંદભાઈ ગામીત (રહે.ખુરદી ગામ, પંડ્યા ફળિયું, સોનગઢ) નાને અડફેટમાં લઈ અકસ્માત સર્જાયો હતો.




જોકે આ અકસ્માતમાં રાહુલભાઈને કમરનાં નીચેના ભાગે નાની-મોટી ગંભીર ઈજાઓ પહોંચતા જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન રાહુલભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક યુવકનાં પિતા અરવિંદભાઈ ગામીત નાએ ગુરુવારનાં રોજ સોનગઢ પોલીસ મથકે અજાણય ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News