Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસેથી દારૂની બોટલો સાથે માંડળ ગામનો યુવક ઝડપાયો

  • May 07, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસે ઓવર બ્રિજ ઉપરથી મોપેડ બાઈક ઉપર દારૂનું વહન કરનાર એક યુવકને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે સવારે પોલીસ સોનગઢ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં હતા.



તે દરમિયાન એક યુવક મોપેડ ગાડી ઉપર આગળના ભાગમાં કઈ મૂકી લઈ આવતો હોય એવી શંકા જતા પોલીસે જેસીંગપુરા ટેકરા પાસે ઓવર બ્રિજ ઉપર લાકડીના ઈશારે મોપેડ નંબર જીજે/19/એજે/6746 નાને ઉભી રખાવી હતી. જોકે  પોલીસે મોપેડ ચાલકનું નામ પુછતાં તેણે પોતાનું નામ, પરેશભાઈ સીંગાભાઈ ગામીત (રહે.માંડળ ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)ના હોવાનું જણાવ્યું હતું.



ત્યારબાદ પોલીસે મોપેડની આગળ મુકેલ એક કાપડનાં બેગમાં તથા ડીકીમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 4,800/- હતી. આમ, પોલીસે વિદેશી દારૂની બોટલો તથા મોપેડ બાઈક મળી કુલ રૂપિયા 29,800/-નો મુદ્દામાલ કબ્જે કરી પરેશ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application