મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં બોરપાડા ગામનાં ઉપલા ફળિયામાં આવેલ જાહેર રોડ ઉપરથી દારૂનું વહન કરનાર એક યુવક ઝડપાયો હતો, જયારે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તાપી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ રાત્રીનાં સમયે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બે જણા બાઈક ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને પસાર થવાનાં છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બોરપાડા ઉપલું ફળિયામાં આવેલ જાહેર રોડ ઉપર વોચમાં ઉભા હતા તે દરમિયાન ઉમરદા ગામ તરફથી બાતમી વાળી બાઈક નંબર જીજે/30/સી/4193 ને આવતાં જોઈ પોલીસે લાકડીના ઈશારે ઉભા રહેવાનો ઈશારો કરતા બાઈક ઉપર સવાર બે ઈસમો બાઈક મૂકી ભાગવા લાગતાં પોલીસે તેમનો બાઈક ચાલકને પીછો કરી પકડી પાડ્યો હતો.
જયારે પાછળ બેસેલ ઈસમ અંધારાનો લાભ ઉઠાવી ભાગી છુટેલ હતો. ત્યારબાદ પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ ભરતભાઈ અનીલભાઈ બાગુલ (રહે.ખોખરી ગામ, નિશાળ ફળિયું, તા.સુબીર જિ.ડાંગ)ના હોવાનું જણાવ્યું હતું અને પાછળ બેસેલ ઈસમનું નામ પૂછતા તેનું નામ અવિનાશભાઈ રમેશભાઈ ચોર્યા (રહે.ખોખરી ગામ, નિશાળ ફળિયું, તા.સુબીર જિ.ડાંગ)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા વગર પાસ પરમીટે બાઈક ઉપરના મીણીયા કોથળા માંથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ 355 નંગ બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 16,750/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ એમ.ડી. વાઈનશોપ, નવાપુર ખાતેથી એક અજાણ્યા ઈસમ પાસેથી વેચાણ માટે લઈ આવ્યો હતો. આમ, પોલીસે વિદેશી દારૂનો મુદ્દામાલ અને બાઈક તેન 1 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 56,750/-નાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલા ભરત બાગુલ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500