વ્યારા કોર્ટના સામેના રસ્તા પરથી પુરઝડપે બાઈક લઈ આવતા એક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો વ્યારા કોર્ટ સામેના રોડ ઉપર વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન જુના બસ સ્ટેશન તરફથી આવતી એક મોટરસાઈકલ નંબર જીજે/26/કે/8547નો ચાલક શાહરૂખ મુમતાઝઅલી રાઈન રહે.અમનપાર્ક, કે.વી.રોડ, વાલોડનાએ પોતાના કબજાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા લોકોની જિંદગી જોખમાય તે રીતે હંકારી લાવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અમીરભાઈની ફરિયાદના આધારે શાહરૂખ રાઈન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500