Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Songadh : મોટા બંધારપાડા ગામે દારૂનું વેચાણ કરનાર એક યુવક ઝડપાયો, બે વોન્ટેડ

  • May 07, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં મોટા બંધારપાડા ગામનાં બજાર ફળિયામાં બાલુભાઈ ગામીતનાં ખેતરમાં બાતમીનાં આધારે રેડ કરતા દારૂનું વેચાણ કરતો એક યુવક પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો, જયારે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારનાં રોજ મોટા બંધારપાડા ગામનાં ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.



તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોટા બંધારપાડા ગામે બજાર ફળિયામાં લગ્ન પ્રસંગમાં મીનાભાઈ સીંગાભાઈ ગામીત (રહે.ઘોડચીત ગામ, જલારામ ફળિયું, સોનગઢ) અને સુમયેલભાઈ રસીકભાઈ ગામીત (કાળા ઘાટ ગામ, ઉપલું ફળિયું, સોનગઢ) નાઓ વગર પાસ પરમીટે પથારો પાથરીને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ સ્થળ પર જઇ ચેક કરતા મીનાભાઈ સીંગાભાઈ ગામીત નાઓ પોલીસને જોઈ ભાગવા લાગેલા હતા.



પરંતુ પોલીસે તેમને ઓળખી જતા નામજોગ બૂમો પાડવા છતાં ઉભો નહીં રહેતા અને અંધારાનો લાભ લઇ ભાગી છૂટેલા હતા. ત્યારબાદ પોલીસે ત્યાં મુકેલ વિમલના થેલમાં ચેક કરતા વિમલના થેલામાંથી અલગ-અલગ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ તથા બીયરની કુલ 39 બાટલીઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 3,500/- હતી.



જયારે બીજા બનાવમાં પથારો પાથરીને ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો સુમયેલ ગામીતને પોલીસે કોર્ડન કરી જે તે સ્થિતિમાં ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસે તેની પાસેનાં પથારામાં એક વિમલનાં થેલામાં ચેક કરતા અલગ-અલગ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 130 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 8,850/- હતી.



જોકે પોલીસે વધુ પૂછ પરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, સુરેન્દ્રભાઈ ગોપાલભાઈ ગામીત (રહે.સાંઢકુવા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) નાઓ પ્રોહી. મુદ્દામાલ પૂરો પાડતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપી પાડેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application