Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિકેર ગામમાંથી નશાની હાલતમાં બાઈક હંકારી લાવતો યુવક ઝડપાયો

  • May 07, 2021 

વાલોડના શિકેર ગામમાંથી નશાની હાલતમાં બાઈક હંકારી લાવતા એક યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન શિકેર ગામનાં જલારામ મંદિર પાસેના જાહેર રસ્તા ઉપરથી પસાર થતી એક મોટર સાઈકલ નંબર જીજે/26/એલ/8790નો ચાલક જીગ્નેશભાઈ ઠાકોરભાઈ પ્રજાપતિએ વગર લાઈસન્સ તથા વગર પાસ પરમીટે કોઈ કેફી પીણું પીધેલ હાલતમાં પોતાના કબ્જાની બાઈક વાંકી ચૂંકી હંકારી લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈની ફરિયાદના આધારે જીગ્નેશ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application