સોનગઢના આમલી ગામનો યુવક પોતાની બહેનને બાઈક ઉપર વ્યારા મૂકી પરત ઘરે ફરતી વખતે વ્યારાના બેડડકુવાનજીક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા ગંભીર ઈજાને કારણે યુવકનું ટૂંકી સારવાર દરમિયાન ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના આમલી ગામના ગામઠાણ ફળિયામાં રહેતા જેઠીયાભાઈ લાલજીભાઈ ગામીતનો પુત્ર સંજયભાઈ (ઉ.વ.22) જે કડિયા કામ કરી મજૂરી કામ કરતો હતો.
જોકે ગત તારીખ 17ના રોજ સંજય મજૂરી કામ કરી ઘરે પરત આવ્યા બાદ પોતાની બહેનને વ્યારાના જેતવાડી ગામે પોતાના બાઈક નંબર GJ/26/AC/2853 લઈ ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી પરત ફરતા સમયે બેડકુવાનજીક ગામમાં ટ્રક નંબર GJ/16/W/6324નાં ચાલકે પોતાન કબજાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક ચાલક યુવકને અડફેટે લેતાં અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા તથા જમણા પગે ફેકચર અને શરીર નાની-મોટી ઈજા થતાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક સ્થળ ઉપર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે કાકરાપાર પોલીસે જેઠીયાભાઈ ગામીતની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application