સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બસ સેવા પુનઃ ચાલુ કરવા બાબતે એસ.ટી.ડેપો મેનેજર ને લેખિત માં રજૂઆત કરવામાં આવી છે.
સોનગઢ એસ.ટી.ડેપો મેનેજર ને લેખિત માં કરવામાં આવેલ રજૂઆત મુજબ સોનગઢ તાલુકાના કાંટી ગામે બસ સેવા કોરોના મહામારી પહેલા સોનગઢથી કાંટી સવારે 7:30 વાગ્યે શરૂ હતી. પરંતુ લોકડાઉન થતા બસ સેવા બંધ કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં કોરોના સ્થિતિ સુધરતા શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે. ત્યારે સોનગઢ તાલુકાના કાંટી, કાલધર, આમથવા, શ્રાવણીયા સહિત ગામના વિદ્યાર્થીઓ ઘરથી અપડાઉન કરી સોનગઢ, વ્યારા કોલેજ કે ઉકાઈ ખાતે ITI કરવા માટે જાય છે. તેઓને સોનગઢ સુધી આવવા માટે હિંદલા ગામે 6 કિલોમીટર જેટલા જંગલ વિસ્તારમાંથી ચાલતા જવું પડે છે અને પાછલા દિવસોમાં હિંદલાંથી કાંટી અભ્યાસ કરી જતી વખતે 6 છોકરીઓના અકસ્માતના બનાવો બન્યા છે આવી મુસાફરીને લઈને અનેક સમસ્યાઓ થતી હોવાથી વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ લેવાનું ટાળી રહ્યા છે.
વર્તમાન સમયમાં વિધાયર્થીઓના ભવિષ્યને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે બસ સેવા ચાલુ કરવા વિનંતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500