વાલોડનાં નનસાડ ગામમાંથી દેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક મહિલા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલિસ સ્ટાફના માણસો ખાનગી વાનાહમાં પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, નનસાડ ગામના, મંદિર ફળિયામાં રહેતી નયનાબેન મંગુભાઈ હળપતિએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગઈ હતી.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500