મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં તાડકુવા ગામે દારૂનું વેચાણ કરતી એક મહિલા પોલીસ રેડમાં ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી ગુરૂવારના રોજ બપોરનાં સમયે પ્રોહી. પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, તાડકુવા ગામનાં મહુડી ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરે ભારતીયો બનાવટનો વિદેશી દારૂનું ગેરકાયદેસરનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા ત્યાં એક મહિલા હાજર મળી આવી હતી. જોકે પોલીસે હાજર મહિલાનું નામ પૂછતા તેને પોતાનું નામ સુલાબેન હરીશભાઈ ગામીત (રહે.તાડકુવા ગામ, મહુડી ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘરની બાજુમાં આવેલ પજારીમાં એક કાપડની થેલીમાં જોતા મહારાષ્ટ્ર બનાવટનાં દેશી દારૂની કુલ 20 નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદને આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500