વાલોડ તાલુકાનાં દેગામામાં કોઝવે નજીક મીંઢોળા નદી પાસે આપેલ ડાયવર્ઝનમાં લાકડા ભરેલી ટ્રક નદીમાં પલટી જતાં ભાગદોડ મચી હતી.
બાજીપુરા મીંઢોળા નદી ઉપર દેગામાં ગામે જુનો કોઝવેના ડીમોલિશ કરી નવા બ્રિજની કામગીરી શરુ કરાઈ હતી. આ સાથે જ પાણી ભરવાને લીધી કામગીરી બંધ થઈ ગઈ હતી. તે દરમિયાનમાં દેગામાથી વ્યારા તરફ જવા માટે નાના વાહનો માટે ડાયવર્ઝન આપી કામચલાઉ રસ્તાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
તે દરમિયાન કેળકુઈ તરફથી કડોદ એક ટ્રક દેગામા નદીના ડાયવર્ઝન પરથી લાકડા ભરી લઈ જવાતા હતા. ત્યારે ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં કાચા રસ્તા પરથી ટ્રક હંકારતા લાકડા ભરેલ ટ્રક અધવચ્ચે નદીમાં પલટી ગઈ હતી. જોકે ટ્રક નદીમાં ખાબકી જતા કોઇપણ પ્રકારની જાનહાની ન થતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application