જીવના જોખમે વાહન ચલાવવું પરિવારના ભવિષ્યને અંધકારમાં નાખવા બરાબર છે તે માટે વાહન ચાલકોને વાહન ચલાવતી વખતે ધ્યાનમાં રાખવાના તમામ બાબતો તથા નાગરિકોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરવા તથા ટ્રાફિકના નિયમોનું નાગરિકો ચૂસ્તપણે પાલન કરે તે માટે જનજાગૃતિ લાવવા તાપી જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં આઈ.ટી.આઈ સેન્ટર ઉકાઈ તા.સોનગઢ ખાતે આર.ટી.ઓ કચેરીનાં અધિકારીશ્રી, પોલીસ વિભાગ તેમજ આઈ.ટી.આઈ સેન્ટરનાં સ્ટાફ દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેન્ટરના તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયસન્સની કામગીરી માટે આવતા અરજદારોમાં માર્ગ સલામતી બાબતે જાગૃતતા કેળવાય એ માટે મોટર વાહન અધિનિયમ, ડ્રાઈવીંગ લાયસન્સનાં નિયમો બાબતે તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વાહન ચાલકો અને સામાન્ય લોકોને ટ્રાફિકના નિયમો વિશે પણ માહિતગાર કરવાનો છે. જેથી વાહન ચાલકો વાહન ચલાવતી વખતે નિયમોનું ચૂસ્તપણે પાલન કરે જેથી અકસ્માત જેવી સ્થિતિ ન સર્જાય કે પછી લોકોને પણ આ વિશે સમજણ પૂરી પાડવામાં આવશે જેથી તેઓ પણ અકસ્માતથી બચી શકે. સાથે જો અકસ્માત સર્જાય તો ઘાયલ થયેલ વ્યક્તિને કઈ રીતે પ્રાથમિક સારવાર પૂરી પાડવી તે માટે First Aid Training Program નું પણ આયોજન કરવામાં આવેલ છે. વધુમાં રોંગ સાઈડ ડ્રાઈવીંગ, ઝડપી ડ્રાઈવિંગ, હેલ્મેટ વગર વાહન ચલાવવું, સીટ બેલ્ટ વગર વાહન ચલાવવું વાહન ચાલક માટે કેટલું ભારે પડી શકે છે તે માટે પણ માહિતગાર કરી તેમણે નિયમોનું પાલન કરવા માટે સમજણ પૂરી પાડવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500