ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ઇન્ડિયાની મુહિમ અંતર્ગત ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા થકી સૌથી વધારે 112 ટાવર સ્થાપનાર રાજ્યના અને કદાચ દેશના એકમાત્ર સાંસદનું સૌભાગ્ય શ્રી પ્રભુ વસાવાના ફાળે - ભારત સરકારની દુરસંચાર વિંગ બીએસેએનએલ અંતર્ગત દક્ષિણ ગુજરાતના બિજનેસ ક્ષેત્ર સુરત સર્કલ દ્વારા તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પદમડુંગરી ખાતે ભારત સરકારના સ્વદેશી 4G સૈચ્યુરેશન બીએસએનએલના કુલ ૧૧૨ 4G મોબાઇલ ટાવરોનો શીલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો. આ ઐતિહાસિક રીતે પદ્માવતી અને પાવન ભુમી તરીકે ઓળખાતા પદમડુંગરી ગામથી ભારત સરકારના સ્વદેશી 4G સૈચ્યુરેશન બીએસએનએલ મોબાઈલ ટાવરનું સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે રૂ.૧૪૮.૫ કરોડના કુલ ૧૧૨ 4G મોબાઇલ ટાવરોનો શીલાન્યાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ઇન્ડિયાની મુહિમ અંતર્ગત ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા થકી સૌથી વધારે તાપી જિલ્લામાં ૧૧૨ ટાવર સ્થાપવાનું સૌ ભાગ્ય આજે મને મળ્યું છે. આજે તાપી જિલ્લામાં ૧૧૨ જેટલા સ્વદેશી 4G મોબાઇલ ટાવરો બનાવી દેશમાં ડિઝિટલ ઇન્ડિયાને સાર્થક કરવાના આપણા ભારત દેશના વડાપ્રધાનશ્રીનું સપનું સાકાર થવા જઇ રહ્યું છે. વધું મા ઉમેર્યું હતું કે તાપી જિલ્લાના ગામડાઓની વર્ષો જુની માંગ હતી. જે આ મોબાઇલ ટાવર ઉભા થવાથી પુરી થશે. વર્ષ 2020માં આવેલી કોરોના મહામારીએ મોબાઈલ નેટવર્કની મહત્વતા આપણને સમજાવી દીધી છે. આજે નેટવર્ક વગર કશું ચાલતું નથી, શિક્ષણ હોય કે આરોગ્ય વિષયક માહિતીથી સભર રહેવા આજે ઇન્ટરનેટ ખુબજ જરૂરી છે.
બીએસએનએલના જનરલ મેનેજર દ્વારા 4જી યુએસઓ સેચ્યુરેશન પ્રોજેક્ટ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં BSNL USO 4G ના માત્ર ૧૫ ટાવરને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સાંસદ પ્રભુભાઇ વસાવાના અથાક પ્રયાસોથી વધુ ૮૦ ટાવર મંજૂર થયા એમ સમગ્ર તાપી જિલ્લામાં કુલ૧૧૨ ટાવર મંજૂર કરવામાં આવ્યા છે. નોધનિય છે કે, તાપી જિલ્લાના ડોલવન તલુકામાં ૧૧, કુકરમુંડા ૦૫, નિઝર ૦૫, સોનગઢ ૫૦, ઉચ્છલમાં ૦૬, વ્યારા ૨૩ વાલોડ ૧૨ ટાવર બનશે. એક ટાવર કુલ રૂ.૧.૩૩ કરોડ એમ તાપી જિલ્લામા રૂ.૧૪૮.૫ કરોડના ૧૧૨ 4G મોબાઇલ ટાવરો સોલાર સિસ્ટમ અને આધુનિક ટેકનોલોજી સાથે બનશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500