Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસેથી માસ્ક વગર પસાર થતો ટેમ્પો ચાલક ઝડપાયો

  • May 10, 2021 

ઉચ્છલના ત્રણ રસ્તા પાસેથી જાહેર રોડ ઉપરથી એક ટેમ્પો ચાલક માસ્ક વગર ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ઉચ્છલના ત્રણ રસ્તા પાસેથી પસાર થતો ઉચ્છલ નિઝર જાહેર રોડ ઉપરથી નિતેશભાઈ નાનસીંગભાઈ વસાવા રહે.ગુંદી ગામ, સોનગઢનાએ પોતાના કબ્જાની બોલેરો પીકઅપ ગાડીમાં નંબર જીજે/21/વી/2240માં પોતાની તથા પેસેંજર વચ્ચે કોઈપણ પ્રકારનું સોસીયલ ડીસટન્સ ન રાખી તેમજ સુરક્ષા માટે હેન્ડ ગ્લોવ્ઝ તથા સેનેટાઈઝર પોતાની પાસે ન રાખી અને મોઢે માસ્ક પહેર્યા વગર પોતાની તથા લોકોની જિંદગી જોખમાય એવું બેદરકારી ભર્યું વર્તન કરતા પોલીસ પેટ્રોલીંગમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈની ફરિયાદના આધારે નિતેશ વસાવા વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ. સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application