Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ખુશાલપુરા ગામ પાસે એક કારમાંથી દારૂનો જથ્થો પકડાયો, કાર ચાલક ફરાર

  • December 11, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : વ્યારા તાલુકાનાં ખુશાલપુરા ગામના બ્રીજ પાસેથી પોલીસે એક કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી પોલીસ સ્ટાફના માણસો આજરોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનગઢથી સુરત જતા નેશલન હાઈવે નંબર-53 ઉપર ખુશાલપુરા બ્રીજ પાસે પ્રોહી. ગુન્હા અંગે અલગ-અલગ ટીમ બનાવી વોચમાં હતા.તે દરમિયાન સોનગઢ તરફથી આવતી એક સફેદ કલરની હુન્ડાઈ કંપનીની ફોર વ્હીલ કાર નંબર જીજે/05/જેડી/4669ને આવતા જોઈ ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે વાહનોની આડમાં થઈને બ્રીજની બાજુમાં આવેલ ડીવાઈડર કુદીને શેરડીના ઉભા પાકમાં ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની તપાસ હાથ ધરતા કારની અંદરના ભાગે તથા ગાડીની ડીકીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 912 બોટલો મળી આવી હતી. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂની 912 બોટલો જેની કીંમત રૂપિયા 45,600/- અને હુન્ડાઈ ફોર વ્હીલ કાર મળી પોલીસે કુલ રૂપિયા 3,45,600/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કાર છોડી ભાગી જનાર અજાણ્યા ચાલકને વોન્ડેટ જાહેર કરાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application