ઉચ્છલ તાલુકાના આમોદા ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારે સવારે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલા હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, આમોદા ગામમાં રહેતા દેવીદાસભાઈ કાલીયાભાઈ પાડવીએ પોતાના ઘરની પજારીના ભાગે વગર પાસ પરમિટે એક પ્લાસ્ટિકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈની ફરિયાદના આધારે દેવીદાસ પાડવી વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application