મનિષા સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં બામણામાળ નજીક ગામની સીમમાંથી પસાર થતાં વ્યારાથી ઉનાઈ જવાના હાઈવે રોડ ઉપર એક અજાણ્યા ટ્રકનાં ચાલકે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાનની મોટરસાઈકલને આજરોજ સવારે 8.45 કલાકે અડફેટે લેતા ગંભીર ઈજાને કારણે પોલીસ જવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડોલવણનાં ગડત ગામનાં ભાઠી ફળિયામાં રહેતાં રણજીતભાઈ જશવંતભાઈ ગામીત (ઉ.વ.32) જેઓ પોતાના કબ્જાની મોટરસાઈકલ CBZ નંબર જીજે/26/ડી/2162 ઉપર પોતાના ઘરે ગડત ગામેથી નોકરી ઉપર જતા હતા.
મૃતક પોલીસ જવાનની બાઈક
તે સમયે બામણામાળ નજીક ગામની સીમમાંથી પસાર થતાં વ્યારાથી ઉનાઈ જવાની રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રણજીતભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં ગંભીર ઈજાને કારણે રણજીતભાઈનું સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. જેને લઈ વાલોડ પોલીસ સ્ટેશન સહીત જિલ્લાનાં પોલીસ જવાનોમાં શોકની લાગણી જોવા મળી હતી. બનાવ અંગે વ્યારા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્દ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application