Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસે માસ્ક વગર રીક્ષા લઈ આવતા ઈસમ સામે પોલીસ ફરિયાદ

  • June 07, 2021 

ઉચ્છલનાં ત્રણ રસ્તા પાસેથી માસ્ક વગર રીક્ષા લઈ આવતા એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી અનુસાર, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ઉચ્છલ-નિઝર રોડ ઉપર રવિવારે સાંજે ઉભા હતા. તે દરમિયાન નિઝર તરફથી આવતી એક અતુલ કંપનીની ઓટો રીક્ષા નંબર જીજે/26/ટી/2070નો ચાલક ઉત્તમભાઈ મગનભાઈ વસાવા રહે.માણેકપુર ગામ, પટેલ ફળિયું, ઉચ્છલનાએ પોતાની તથા પેસેંજર વચ્ચે કોઈપણ પ્રકારનું સોશ્યલ ડીસટન્સ રાખ્યા વગર તેમજ પોતે મોઢે માસ્ક પહેર્યા વગર આવતા ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈની ફરિયાદના આધારે ઉત્તમ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application