વ્યારાના ઉનાઈ નાકા પાસેથી પુરઝડપે બાઈક હંકારી લઈ આવતા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકીંગમાં હતા. તે સમય દરમિયાન પાનવાડી રોડ તરફથી આવતી એક સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર જીજે/26/એચ/8525નો ચાલક વાસુભાઇ દયારામભાઈ ભોયે રહે.દાદરી ફળિયું, વ્યારાનાએ પોતાના કબ્જાની બાઈક લાઈસન્સ વગર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવતા વાહન ચેકીંગમાં ઝડપાઈ ગયો હતો.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ જગદીશભાઈની ફરિયાદના આધારે વાસુ ભોયે વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500