ઉચ્છલ તાલુકાનાં મોહિની ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે મોડી સાંજે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, મોહિની ગામનાં નિશાળ ફળિયામાં રહેતા, તુકારામભાઈ શિવાભાઈ વસાવાએ પોતાના ઘરની આગળ આવેલ ખુલ્લી પજરીનાં ભાગે વગર પાસ પરમિટે એક પ્લાસ્ટીકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ અતુલભાઈની ફરિયાદના આધારે તુકારામ વસાવા વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application