મનિષા સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં દુમદા ગામમાંથી વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરનાર એક ઈસમ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો ગુરૂવારનાં રોજ મોડી સાંજે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીગમાં નીકળેલ હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, દુમદા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા એક ઈસમ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા એક ઈસમ હાજર મળી આવતાં તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ સોમયેલભાઈ ગીમલાભાઈ ગામીત (રહે.દુમદા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતા ઘરમાંથી એક વિમલનાં થેલામાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 85 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 5,500/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી પ્રકાશભાઈ વસાવાની ફરિયાદનાં આધારે સોમયેલ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500