મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં મીરકોટ ગામે નિશાળ ફળિયામાંથી ખુલ્લામાં દારૂનું વેચાણ કરનાર એક ઈસમ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો હાઈવે બીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, થુટી ગામનો એક ઈસમ મીરકોટ ગામે લગ્ન હોય ત્યાં બહાર ખુલ્લામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ તેમજ દેશી સંત્રા રાખી વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં બાતમીવાળી જગ્યાએ પહોંચતા એક ઈસમ ખુલ્લામાં નીચે પાથરણું પાથરી દુકાન જેવું ખોલીને લાઈટનાં અજવાળે નીચે બેઠેલો હોય જેની બાજુમાં સાદી કાપડની થેલીઓ પડેલ હતી અને તેમાં તપાસ કરતા 21 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ યોવનભાઈ મણિલાલભાઈ ગામીત (ઉ.વ.29., રહે.થુટી ગામ, ઉપલું ફળિયું, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500