વિવિધ રાજ્યમાં ગરીબ વિકાસ સંસ્થા દ્વારા જનહિત બેંકના નામે નાણાંકીય વ્યવહારો કરવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ છે તથા આ સંસ્થા દ્વારા રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી નાણાંકીય વ્યવહારો કરવા માટે કોઈ પણ બેંકિંગ લાયસન્સ મેળવેલ નથી. તેમજ આર.બી.આઈ. પાસેથી આ સંસ્થાને બેંકિંગની કામગીરી માટેનું કોઈ પણ લાયસન્સ આપવાનું બાકીમાં નથી તથા આ સંસ્થા/બેંકને કોઈ પણ પ્રકારે માન્યતા આપવામાં આવેલ નથી.
મધ્યપ્રદેશ સરકાર દ્વારા જનહિત બેંક સંબંધમાં ગુજરાત સરકારને પણ જરૂરી તકેદારીના પગલા લેવા જણાવાયું છે. આ માહિતીને ધ્યાને લેતા તાપી જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે. હાલાણી દ્વારા ત્વરીત પણે ગેરકાયદેસર રીતે ચાલતી જનહિત બેન્ક અંગે નાગરિકોને જાણ કરવા તેમજ સતર્ક રહેવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application