Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : વ્યારા ખાતે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યામાં લઈ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી

  • January 07, 2021 

સમગ્ર વિશ્વભર ફેલાયેલ કોરોના વાયરસ મહામારીને નાથવા કોવિડ-19 સામે રક્ષણ આપતી રસીને તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઈ તાપી જિલ્લામાં આ વેક્સિનેશન જનસામાન્ય સુધી પહોંચાડવા માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આરોગ્યતંત્ર દ્વારા જિલ્લામાં હાથ ધરવામાં આવેલ વેક્સિનેશન કામગીરીની તૈયારી સંદર્ભે સમીક્ષા કરવા માટે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદનના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.

 

 

 

બેઠકની શરૂઆતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે આગામી સમયમાં તાપી જિલ્લામાં હાથ ધરવામાં આવનાર કોવિડ-19 રસીકરણ કામગીરી માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ આયોજન બાબત પ્રેઝન્ટેશન રજુ કરીને વિગતવાર જાણકારી પુરી પાડી હતી. વધુમાં પલ્સ પોલીયો ઇમ્યુનાઈઝેશન કાર્યક્રમ અંતર્ગત આગામી તા.17/01/2021 થી તા.19/01/2021 દરમિયાન યોજાનાર પલ્સ પોલીયો કાર્યક્રમ અંગેની માહિતી આપતા  જિલ્લામાં 62875 બાળકોને આવરી લેવાનાર હોવાનું જણાવ્યું હતુ.

 

 

 

તાપી જિલ્લામાં વેક્સિનેશન કામગીરી માટે 80 જાહેર અને 138 ખાનગી એમ કુલ 218 હેલ્થ સેન્ટર કાર્યરત રહેશે. વેક્સિનેશનની કામગીરી સૂચારુ અને આયોજનબદ્ધ રીતે પાર પડે તે માટે 4907 જેટલા સરકારી અને 1546 ખાનગી હેલ્થ વર્કર્સ મળીને કુલ 6453 આરોગ્યકર્મીઓ કામગીરી કરશે. ઉપરાંત 501 સુપરવાઈઝરો કાર્યરત રહેશે. સમગ્ર તાપી જિલ્લામાં વેક્સિનેશનની પ્રક્રિયા માટે 50થી વધુ વયના લોકો માટે 184507 અને 18 થી 50 વર્ષના લોકો માટે 6767નો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. આ વિક્સિનેશન બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે યુવાનોને વધુ સાંકળવા તથા  લોકસંપર્ક અને મીટિંગોનુ આયોજન કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા છે. આ બેઠકમાં પ્રા.શિક્ષણાધિકારીશ્રી ચૌધરી,ચીફ ઓફિસર વ્યારા એસ.બી પટેલ, સોનગઢ પૂર્વીબેન સહિત આરોગ્ય  વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application