તાપી જિલ્લા પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર ચેમ્બરમાં યોજાઇ હતી. બેઠકમાં કલેકટરએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સરકાર દ્વારા આદિવાસી જિલ્લાઓમાં અનાજ વિતરણ કરવા અંગે લેવાયેલ નવા નિર્ણય અનુસાર 1 કીલો ઘઉં અને 4 કિલો ચોખા મે-૨૦૨૨થી સપ્ટેમ્બર-૨૦૨૨ સુધી વિતરણ કરવામાં આવશે.
જે અંગે નાગરિકોને મુંઝવણ ન અનુભવાય અને યોજનાકીય યોગ્ય માહિતી મળી રહે તે મુજબનું આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે અનાજના હોલસેલરોને સ્ટોક લિમિટના 90 દિવસ કરતા વધુ સંગ્રહ ક્ષમતા નિયમ અંગે જાણકારી આપી આકસ્મિક ચકાસણી કરવા સુચનો આપ્યા હતા. પુરવઠા અધિકારી સાગર મોવલીયા દ્વારા વ્યાજબી ભાવની દુકાન પર રેશન કાર્ડધારકોના નંબર સાથે આધારકાર્ડ લીંક કરવાની કામગીરી 97.94 ટ્કા પુર્ણ કરવામાં આવી છે.
વન નેશન વન રેશન યોજના હેઠળ જિલ્લામાં 1732 ટ્રાન્ઝેકશન, 577 આંતર જિલ્લા, 172 આંતર રાજ્ય અને 7 અન્ય રાજ્યમાં ટ્રાન્ઝેકશન દ્વારા લાભ મેળવ્યા અંગે જાણકારી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500