ઉચ્છલ તાલુકાનાં કરોડ ગામમાંથી હાથ બનાવટના દેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો રવિવારે બપોરે પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, કરોડ ગામનાં નવાગામ ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ બાવાભાઈ વળવીએ પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી પજારીના ભાગે વગર પાસ પરમિટે એક પ્લાસ્ટીકના કેનમાં સંતાડી મુકેલ હાથ બનાવટના દેશી દારૂના મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈની ફરિયાદના આધારે મહેન્દ્ર વળવી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application