Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભડભૂંજા ગામેથી દારૂની બાટલીઓ સાથે ઈસમ ઝડપાયો

  • May 21, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : ઉચ્છલ તાલુકાનાં ભડભૂંજા ગામનાં બસ સ્ટોપ ઉપરથી બેગમાંથી દારૂની બાટલીઓ સાથે એક ઈસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, તાપી એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો ગુરુવારે સવારે ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.



તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, ભડભૂંજા ગામનાં બસ સ્ટોપ પર એક સફેદ કલરનું શર્ટ પહેરેલ ઈસમ કાળા કલરના બેગમાં ઈંગ્લીશ દારૂ ભરીને ઉભો છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા જઈ જોતા ત્યાં એક ઈસમ ઉભો હોય તેને જેથી પોલીસે ઈસમને કોર્ડન કરી ઝડપી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ વસંતભાઈ ઢુડીયાભાઈ માવચી (રહે.ખેખડા ગામ,ગોકુલનગર ફળિયું,નવાપુર)ના હોવાનું જણાવ્યું હતું.



ત્યારબાદ પોલીસે તેની પાસે રહેલ કાળા કલરના બેગમાં તપાસ કરતા બેગમાંથી ઈંગ્લીશ દારૂ મહારાષ્ટ્ર બનાવટનો દેશી દારૂની કુલ 72 નંગ બાટલીઓ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે વસંત માવચીનાં વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application