Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

  • November 29, 2021 

સુર્યવંશી મનિષા/વ્યારા : સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારે સવારે સોનગઢ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ બાઈકની ડીકીમાં તથા થેલીમાં વિદેશી દારૂ મહારાષ્ટ્રનાં નવાપુર તાલુકાના લક્કડકોટ ગામેથી સોનગઢ તરફ આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસે લક્કડકોટથી સોનગઢ જતાં રોડ પર વોચમાં હતા.તે દરમિયાન બાતમીવાળી બાઈક નંબર જીજે/05/કેઈ/5114ને આવતા જોઈ પોલીસે તેને લાકડીનાં ઈશારે ઉભા રહેવાનું જણાવતા બાઈક ચાલકે તેના કબ્જાની બાઈક ઉભી રાખતા પોલીસે તેનું નામ પૂછતા તેને પોતાનું નામ સંજયભાઈ ચંપકભાઈ પટેલ (રહે.164/નવી વસાહત,નવાગામ કોલોની,કામરેજ) જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈકની તપાસ હાથ ધરતા બાઈક પર એક કાપડની થેલીમાં તથા સીટ નીચે ડીકીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી.આમ, પોલીસે વિદેશી દારૂની 96 બોટલો જેની કિંમત રૂપિયા 4800/- અને બાઈક જેની કિંમત રૂપિયા 25 હજાર મળી કુલ રૂપિયા 29,800/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદનાં આધારે પકડાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી ધરાઈ હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application