વાલોડ તાલુકાનાં નનસાડ ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક પુરુષને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડ પોલિસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી. ગુન્હા અંગેની રેડમાં નીકળેલ હતા. તે સમય દરમિયાન મળેલ બાતમીના આધારે, નનસાડ ગામના, નવાગાળા ફળીયામાં રહેતા જીતુભાઈ બુધીયાભાઈ હળપતિએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેડમાં ઝડપાઈ ગયા હતા.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રામાભાઈની ફરિયાદના આધારે જીતુ હળપતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા એસ.સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500