Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાટીસકુવાદુર ગામમાંથી દેશી દારૂનાં મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો

  • May 19, 2021 

વ્યારાના કાટીસકુવાદુર ગામમાંથી દેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી કાકરાપાર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી મંગળવારે પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, કાટીસકુવાદુર ગામનાં, ગામીત ફળિયામાં રહેતો શુક્કરભાઈ ઠગણીયાભાઈ ગામીતએ વગર પાસ પરમિટે પોતાના ઘરની પજારીના ભાગે પ્લાસ્ટિકના કેનમાં સંતાડી મુકેલ દેશી દારૂનાં મુદ્દામાલ સાથે પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા.

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સુનીલભાઈની ફરિયાદના આધારે શુક્કર ગામીત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application