ઉકાઈ અસરગ્રસ્તનાં આગેવાનો દ્વારા સિંચાઇ વિભાગમાં ચાલતા આઉટ સોર્સિંગ વર્ક, તેમજ મજૂર કામમાં હાઇકોર્ટેનાં જજમેન્ટ 2016નું હોવા છતાં પણ કામ (જોબ) પર લેતા નથી. તેમજ વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી નિરાકરણ ન આવતા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, આજરોજ ઉકાઈ અસરગ્રસ્તનાં આગેવાનો દ્વારા ઉકાઈ ખાતે સિંચાઈ વિભાગના અધિકારીને આવેદનપત્ર આપતાં જણાવ્યું હતું કે, આજદિન સુધી સિંચાઈ વિભાગ, મેકેનીકલ વિભાગ કે અન્ય વિભાગમાં અસરગ્રસ્ત કમિટીની સલાહ તેમજ પૂછ્યા વગર કોઈપણ વ્યક્તિને જોબ ઉપર રાખવામાં આવશે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું જેની સપૂર્ણ જવાબદારી જે તે અધિકારીની રહેશે કરણ કે, તારિખ 01/02/2021નાં દિને જિલ્લા કલેકટરની કચેરીમાં નિર્ણય લેવામાં આવ્યો હતો તેની અવગણના સિંચાઈ વિભાગ દ્વારા થતી હોવાનું જણાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500